બાપુ અહિંસા આજે
બાપુ આજે છતી થઇ
મેલી મુરાદ ઉજાગર થઇ
જેને તમે કહ્યું હતું કે ‘વિખેરી નાખો’
આજે એ લોકો કહે છે ‘પીંખી નાખો’
બાપુ ક્યાં છે ભારત દર્શન?
ક્યાં છે ચક્રધારી સુદર્શન?
કરવો જ પડશે આજે સંહાર
નહીંતર આપણી થઇ જાશે હાર!
સત્તાવિહોણી કોંગ્રેસ આજે વિચારી જ નથી શકતી
વિરોધ માં બેસવાનું પસંદ જ નથી કરતી
વારંવાર વિરોધ અને વિક્ષેપ
સત્તા માટે નો હઠાગ્રહ અને વિલાપ।
લોકો તૈયાર છે ‘નાની મોટી તકલીફો સહન કરવા’
‘પોતાના દેશ માટે કોઈ પણ બલિદાન આપવા’
શા માટે આટલા ધમપછાડા અને દેખાડવી પડે ઉત્સુકતા
ખોટું પગલું હશે તો બોધપાઠ આપશે જનતા।
બાપુ આજે ભારત બની ગયું ‘કુસ્તીનું દંગલ ‘
જેમ શિકારી રાજ કરે બનાવી ને જંગલ
પોતાનીજ આણ અને એકજ બોલ
હું બોલું એજ ‘હલ્લાબોલ ‘
લોકો તૈયાર છે ‘નાની મોટી તકલીફો સહન કરવા’
‘પોતાના દેશ માટે કોઈ પણ બલિદાન આપવા’
શા માટે આટલા ધમપછાડા અને દેખાડવી પડે ઉત્સુકતા
ખોટું પગલું હશે તો બોધપાઠ આપશે જનતા।
બાપુ અહિંસા આજે ‘ ચોરો નું હથિયાર’
તે લોકો કાબેલ છે અને કલાકાર
રોજ શોધે છે કોઈ ને કોઈ શિકાર
કોઈ મળી જાય બકરો મરવા ને તૈયાર।
Leave a Reply