ના માંગ
પ્રભુ કહેશે ‘તું આજ વસ્તુ ના માંગ ‘
લોકો તને કહેશે ‘પીધી છે કે શું ભાંગ’?
આજકાલ કોઈ ભાર વેંઢારવા માંગતું નથી
અને તું છે કે આનો સાલ મુકતો નથી!
શું કરીશ ખાંસી ખાતા માં બાપ ને!
ક્યાં સુધી બેસી રહીશ પીઠપર હાથ ફેરવી ને?
તને એવો કેવો આત્મસંતોષ મળી જશે સેવા કરી
કરી લે વિચાર તુ એકવાર ફરી!
પ્રભુ! સદબુદ્ધિ નો જયઘોષ કરાવો
‘એકજ તો મોકો મળ્યો છે ‘ એનું તો સન્માન કરાવો
‘લઈને જવા દો મને મારે ઘેર’ અને આવો પાવન અવસર વારંવાર અપાવો
‘મને આત્મ દર્શન થવા દો ‘એમના બે બોલ આશીર્વાદ ના કાનમાં તો સંભળાવો?
પ્રભુ ફરી ફરી મને પૂછી રહયા
એટલાયે દ્રષ્ટાન્તો આપી મરકી રહયા
મને થયુ ‘ પ્રભુ મારા પરજ કેમ મહેરબાન છે ‘?
ગજબ છે તેમનું કેહવું પણ મને ભાગ્યવાન ઘણે છે।
હું સ્વગત કેહતો રહ્યો ‘પ્રભુ બધુ મળશે મને’
સંસ્કાર નું સિંચન તો કર્યું આમણે
કદી મને બે બોલ ના કીધા ગુસ્સા થી
ગુણો નું કર્યુ સિંચન અને જીવવા નું કહ્યું જુસ્સા થી।
બસ હાથ મૂકી દો માથાપર
કહી દો ‘ જીવ શતાંભર ‘
માં બાપ ની છાયા તને જીવનભર મળે
એમનું ઘડપણ તને હંમેશા ફળે।
Leave a Reply